આપણે ઍક્ટર્સને એન્ટરટેઇનર્સ કહેવા જોઈએ અને પોલીસ અને આર્મીને હીરોઝ
પરેશ રાવલનું કહેવું છે કે રિયલ હીરો તો પોલીસ અને આર્મી છે. પરેશ રાવલનું કહેવું છે કે ઍક્ટર્સ કોઈ હીરો નથી. કોરોના વાઇરસને પગલે પોલીસ દિવસ-રાત કામ કરી રહી છે. તેમ જ ચીન સાથેના મતભેદને લઈને આર્મી પણ 24 કલાક સાવધાન રહે છે. આ વિશે પરેશ રાવલે ટ્વીટ કર્યું હતું કે ‘આપણે ઍક્ટર્સને હવે એન્ટરટેઇનર્સ કહેવાનું શરૂ કરવું જોઈએ અને આપણી આર્મી અને પોલીસને હીરો કહેવું જોઈએ. આપણી આગામી જનરેશનને એ વાતની જાણ થવી જોઈએ કે રિયલ હીરોઝ કોણ છે અને કોને કહેવું જોઈએ.’

