આવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ
કાજોલ
કાજોલનું કહેવું છે કે આ વર્ષને સારું બનાવવા માટે આત્મવિશ્વાસી બનવું પડશે. ૨૦૨૦માં કોરોના વાઇરસને કારણે લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી હતી. એથી લોકોને લાઇફને સકારાત્મક ઢબે જીવવાની સલાહ આપતાં કાજોલે કહ્યું હતું કે ‘૨૦૨૦એ આપણને વણમાગી બ્રેક આપી છે. આપણે સૌએ ખૂબ ખરાબ સમયનો સામનો કર્યો છે. હવે જો આપણે ૨૦૨૧માં આત્મવિશ્વાસુ નહીં બનીએ તો આ વર્ષ પણ ખરાબ નીવડશે. સારું સ્વાસ્થ્ય, ઘણું કામ અને એનું સારું પરિણામ મળે એ જ આપણું પ્રથમ ધ્યેય હોવયું જોઈએ. ૨૦૨૧ આપણા માટે નવું અને અનોખી તકો લઈને આવશે. ધીરજ રાખો.’

