‘ધ આર્ચીઝ’માં શંકર મહાદેવન, એહસાન અને લૉયની ત્રિપુટીએ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મના આલબમ-લૉન્ચની પાર્ટીમાં આ ત્રણેયે આ ફિલ્મ વિશે અને અખ્તર પરિવાર વિશે જણાવ્યું હતું. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર સાત ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
શંકર મહાદેવન
‘ધ આર્ચીઝ’માં શંકર મહાદેવન, એહસાન અને લૉયની ત્રિપુટીએ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મના આલબમ-લૉન્ચની પાર્ટીમાં આ ત્રણેયે આ ફિલ્મ વિશે અને અખ્તર પરિવાર વિશે જણાવ્યું હતું. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર સાત ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય નંદા, વેદાંગ રૈના, મિહિર આહુજા, અદિતિ સૈગલ અને યુવરાજ મેન્ડા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મને મ્યુઝિક આપવા વિશે શંકર મહાદેવને કહ્યું કે ‘લોકોના ફૅમિલી કાર્પેન્ટર્સ અને ડૉક્ટર્સ હોય છે, પરંતુ અખ્તર પરિવાર માટે અમે ફૅમિલી મ્યુઝિશ્યન્સ છીએ. ૬૦ના દાયકાનું મ્યુઝિક તૈયાર કરવું એ એહસાન અને લૉય માટે સરળ હતું. ઝોયા સાથે કામ કરવું સહેલું છે. તે કામ પ્રત્યે ખૂબ એકાગ્ર છે. તેને શું બનાવવું છે એની તેને જાણ હોય છે. દેશમાં કોઈ હોય જે ‘ધ આર્ચીઝ’ બનાવી શકે તો તે એકમાત્ર ઝોયા અખ્તર છે.’
ઝોયા અખ્તરે ફિલ્મને ડિરેક્ટ કરી છે. એના વિશે જણાવતાં એહસાને કહ્યું કે ‘મને એવું લાગે છે કે તેઓ સમય કરતાં ખૂબ આગળ છે. તેઓ એ વાતથી સારી રીતે અવગત હોય છે કે શું ટ્રેન્ડમાં છે. સિનેમા, મ્યુઝિક, કામ કરવા માટે લોકો તૈયાર કરે છે અને અમારી વચ્ચે આ જ બાબતનો સારો એવો તાલમેલ છે. ઝોયાએ અમને બપોરે ચિકીક ખાવાની ટેવ પાડી દીધી છે. અમને ખૂબ મજા પડી હતી.’