Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: જ્યારે દીકરી વામિકા સહિત વિરાટ-અનુષ્કાએ વૃંદાવન ધામમાં ટેક્યું માથું

Video: જ્યારે દીકરી વામિકા સહિત વિરાટ-અનુષ્કાએ વૃંદાવન ધામમાં ટેક્યું માથું

Published : 06 January, 2023 06:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વીડિયો વૃંદાવનનો છે, જ્યાં કોહલી ફેમિલી સાથે સ્વામી પ્રેમાનંદથી મહારાજના આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. વીડિયોમાં તેમની ઓળખ ક્રિકેટર અને પત્ની અનુષ્કાની અભિનેત્રી તરીકે કરાવવામાં આવે છે તો સ્વામીજી તેમને ઉપહારો પણ ભેટમાં આપે છે. 

વિરાટ અનુષ્કા ફાઈલ તસવીર

વિરાટ અનુષ્કા ફાઈલ તસવીર


ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વીડિયોમાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા અને ક્યૂટી પાઈ વામિકા પણ જોવા મળી રહી છે. આ વીડિયો વૃંદાવનનો છે, જ્યાં કોહલી ફેમિલી સાથે સ્વામી પ્રેમાનંદથી મહારાજના આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. વીડિયોમાં તેમની ઓળખ ક્રિકેટર અને પત્ની અનુષ્કાની અભિનેત્રી તરીકે કરાવવામાં આવે છે તો સ્વામીજી તેમને ઉપહારો પણ ભેટમાં આપે છે. 


ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બહાર છે. આ સમયનો કોહલી પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યો છે. તે નવા વર્ષના આગમન પર પરિવાર સાથે દુબઈમાં હતો. હવે તે ભગવાન કૃષ્ણની નગરી માનવામાં આવતા મથુરા-વૃંદાવનમાં પહોંચ્યા છે. તેઓ આશ્રમમાં ગયા એટલું જ નહીં તેમણે સ્વામીજી સાથે મુલાકાત પણ કરી હતી.



વીડિયો પરથી ખબર પડે છે કે સ્વામીજીને વિરાટ અને અનુષ્કા વિશે કોઈ માહિતી નહોતી. આ કપલનો કોઈક પરિચય કરાવે છે કે કોહલી ક્રિકેટર છે, જ્યારે અનુષ્કા બૉલિવૂડમાં અભિનેત્રી છે. ત્યાર બાદ સ્વામીજી આશ્રમના જ એક ભક્તને અનુષ્કાને ચૂંદડી અને કોહલીને માળા પહેરાવવા માટે કહે છે. આ દરમિયાન દીકરી વામિકા માના ખોળામાં ઉછળી પડે છે. સ્વામીજી કહે છે કે કોઈક નાનકડી માળા દીકરીને પણ પહેરાવો.



આ પણ વાંચો : કેમ આ જાણીતી બ્રાન્ડ પર ભડકી ઊઠી અનુષ્કા શર્મા, જાણો શું ખસેડવાની કરી વાત

ઉલ્લેખનીય છે કે કોહલીની શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝમાં કમબૅક કરશે. તેણે ટી-20 વર્લ્ડ કપમાં જબરજસ્ત પ્રદર્શન કરતા વિશ્વને બતાવ્યું હતું કે તે પણ ક્રિકેટ કિંગ તો છે જ. ત્યાર બાદ જો કે, બાંગ્લાદેશ પ્રવાસ પર કંઈ ખાસ કરી શક્યો નહોતો. શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વનડે વિરાટ સિવાય રોહિત શર્મા, કએલ રાહુલ પણ ટીમમાં કમબૅક કરશે. હાલ શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કૅપ્ટનશિપ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2023 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK