Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Watch Video: શા માટે હેમા માલિનીને મેટ્રોની કરવી પડી સવારી? ટ્વિટર પોસ્ટ કરી કહ્યું આવું?

Watch Video: શા માટે હેમા માલિનીને મેટ્રોની કરવી પડી સવારી? ટ્વિટર પોસ્ટ કરી કહ્યું આવું?

Published : 12 April, 2023 11:35 AM | Modified : 12 April, 2023 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિની (Hema Malini in Metro)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મુંબઈ મેટ્રો(Mumbai Metro)માં મુસાફરી કરતા જોવા મળી રહ્યાં છે. પણ શા માટે? આટલા મોટા સેલિબ્રિટીને કેમ કરવી પડી મેટ્રોની મુસાફરી? જાણો...

તસવીર: અભિનેત્રી હેમા માલિની ટ્વિટર

તસવીર: અભિનેત્રી હેમા માલિની ટ્વિટર


માયાનગરી મુંબઈમાં ટ્રાફિક (Mumbai Traffic)ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મુસાફરો મેટ્રો (Mumbai Metro)નો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ આવું કરતા સામાન્ય લોકો જ જોવા મળે છે, સેલિબ્રિટીઓની કલ્પના કરવી મુશ્કેલ છે. સેલિબ્રિટીઓ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે એવું  ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં પીઢ અભિનેત્રી હેમા માલિની (Hema Malini In Metro)મંગળવારે મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં મુસાફરી કરતા જોવા મળ્યા, હેમા માલિનીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.


અભિનેત્રીથી રાજનેતા બનેલા હેમા માલિનીએ એક ટ્વિટમાં લખ્યું કે કાર દ્વારા મુંબઈના ઉપનગર દહિસર પહોંચવામાં તેમને બે કલાક લાગ્યા. પ્રવાસ પણ તદ્દન `કંટાળાજનક` હતો. જે બાદ મેં કારને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. જેના કારણે હું અડધા કલાકમાં મારા ગંતવ્ય પર પહોંચી ગઈ. ભાજપ સાંસદ હેમા માલિનીએ પણ ટ્વિટર પર ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે.




વિડિયોમાં અભિનેત્રી ગુલાબી શર્ટ અને સફેદ ટ્રાઉઝરમાં સજ્જ મુંબઈ મેટ્રો (Hema Malini In Mumbai Metro) ની અંદર મુસાફરો તેમની સાથે સેલ્ફી લેતી જોવા મળે છે. મેટ્રોની સવારી પછી હેમા માલિનીએ તેની બાકીની મુસાફરી ઓટોમાં પૂર્ણ કરી.


આ પણ વાંચો:સુષ્મિતા સેનને આર્યા 3ના સેટ પર આવ્યો મેસિવ હાર્ટ અટેક, જયપુરમાં ચાલતું હતું શૂટ

મેટ્રોના અનુભવ બાદ અભિનેત્રીએ ઓટો રાઈડ પણ લીધી. તેઓએ ડીએન નગરથી જુહુ સુધીની રાઈડ લીધી, હેમા માલિનીએ લખ્યું કે જ્યારે તે પોતાના ઘરે ઓટોમાંથી નીચે ઉતરી ત્યારે સુરક્ષાકર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.તેણે વીડિયોની સાથે પોસ્ટ કર્યો હતો કે "આ વીડિયો મેં ઓટોની અંદરથી શૂટ કર્યો છે." મેં મારી જાતને સારી રીતે માણી!"

ઉલ્લેખનીય છે કે એક અભિનેત્રી હોવા ઉપરાંત હેમા માલિની મથુરાના બીજેપી સાંસદ અને કુશળ ભારતીય ક્લાસિકલ ડાન્સર પણ છે. તે છેલ્લે 2020માં આવેલી ફિલ્મ શિમલા મિર્ચીમાં જોવા મળ્યા હતા. તેઓ `શોલે`, `સીતા ઔર ગીતા`, `દિલ્લગી`, `રાજા જાની`, `દો દિશાન`, `ધ બર્નિંગ ટ્રેન`, `જુગનુ`, `દિલ કા હીરા` અને `ડ્રીમ ગર્લ` જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણીતા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK