ગૌતમ નવલખા કેસને લઈને તેણે જસ્ટિસ એસ. મુરલીધરને ક્રિટિસાઇઝ કર્યા હતા
વિવેક અગ્નિહોત્રી
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ દિલ્હી હાઈ કોર્ટની માફી માગી છે. ઍક્ટિવિસ્ટ ગૌતમ નવલખાને જામીન મળતાં તેણે જસ્ટિસ એસ. મુરલીધરને ક્રિટિસાઇઝ કર્યા હતા. ૨૦૧૮ના ભીમા કોરેગાવ કેસને લઈને વિવેક અગ્નિહોત્રીએ એ વર્ષમાં જ ટ્વીટ કર્યું હતું. આ કેસમાં જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને તલવંત સિંહ દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું હતું કે તેમણે પણ આગામી હિયરિંગમાં કોર્ટમાં હાજર રહેવું પડશે. વિવેક અગ્નિહોત્રીના વકીલ દ્વારા ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે તેના ક્લાયન્ટ દ્વારા એ ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યું છે. જોકે સામે પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે તેણે આ ટ્વીટને ડિલીટ નહોતું કર્યું, પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા એ ડિલીટ કરવામાં આવ્યું હતું. આ માટે વિવેક અગ્નિહોત્રીએ માફી માગી છે.

