અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘‘કાંતારા’ અને ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ જેવી ફિલ્મો ઇન્ડસ્ટ્રીને બરબાદ કરે છે.’
વિવેક અગ્નિહોત્રી અને અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી વચ્ચે ટ્વિટર-વૉર શરૂ થઈ ગઈ છે. વાત ત્યારે શરૂ થઈ જ્યારે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘‘કાંતારા’ અને ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ જેવી ફિલ્મો ઇન્ડસ્ટ્રીને બરબાદ કરે છે.’
તેની આ વાત પર ટ્વિટર પર રિપ્લાય આપતાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડના એકમાત્ર માયલૉર્ડ સાથે પૂરી રીતે અસહમત છું. શું તમારું પણ એવું માનવું છે?’
ADVERTISEMENT
એના પર જવાબ આપતાં ટ્વિટર પર અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘સર, તમારી ભૂલ નથી, તમારી ફિલ્મોનું રિસર્ચ પણ આવું જ હોય છે જે રીતે તમે મારી વાત પર ટ્વીટ કર્યું છે. તમારા અને તમારી મીડિયાના પણ એકસમાન હાલ છે. કંઈ નહીં, બીજી વખત સારી રીતે રિસર્ચ કરજો.’
તો ફરીથી તેને કટાક્ષમાં જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘ભોળાનાથ, હવે તમે જ સાબિત કરો કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ માટે મેં ચાર વર્ષનું કરેલું રિસર્ચ ખોટું હતું. ગિરીજા ટિકુ, બીકે ગાંજુ, ઍરફોર્સ કિલિંગ, નદી માર્ગ એ બધું જ ખોટું હતું. ૭૦૦ પંડિતોનો વિડિયો ખોટો હતો. હિન્દુઓની કદી હત્યા જ નહોતી થઈ. તમે એ સાબિત કરી દો, ફરીથી એવી ભૂલ નહીં થાય.’