મને લાગ્યું કે આ મારા માટે કંઈક અલગ અને ચૅલેન્જિંગ રહેશે. આ ગીત સાથે હું અંગત રીતે પણ કનેક્ટ થઈ શક્યો છું.’
વિશાલ જેઠવા
‘મર્દાની 2’માં વિલનના રોલ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર વિશાલ જેઠવા હવે રોમૅન્ટિક મોડમાં જોવા મળશે. તેણે તેની પહેલી ફિલ્મ દ્વારા લોકોને ચોંકાવી દીધા હતા હવે તે તેના નવા પ્રોજેક્ટમાં રોમૅન્સ કરતો જોવા મળશે. જોકે તે આ એક ગીતમાં છે. ‘તેરી મિટ્ટી’ના કમ્પોઝર અર્કો પ્રાવો મુખરજીના ગીતમાં તે જોવા મળશે. આ વિશે વાત કરતાં વિશાલે કહ્યું હતું કે ‘મને જ્યારે અર્કોદા દ્વારા આ ગીત માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેં એ માટે તરત જ તૈયારી દેખાડી હતી, કારણ કે તેઓ બૉલીવુડમાં ખૂબ જ જાણીતા સિંગર, સૉન્ગરાઇટર અને મ્યુઝિક કમ્પોઝર છે. તેમના ગીત ‘તેરી મિટ્ટી’ અને ‘નઝમ નઝમ’નો હું ખૂબ જ મોટો ફૅન છું. મેં જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે મને એ ખૂબ જ રોમૅન્ટિક અને સ્વીટ લાગ્યું હતું. મને જ્યારે જાણ થઈ કે આ એક રેટ્રો થીમમાં શૂટ કરવામાં આવશે અને મારે લવર બૉયનું પાત્ર ભજવવાનું છે તો મેં એ માટે તરત જ હા પાડી હતી, કારણ કે મને સ્ક્રીન પર રોમૅન્સ કરવાની તક જ નથી મળી. મને લાગ્યું કે આ મારા માટે કંઈક અલગ અને ચૅલેન્જિંગ રહેશે. આ ગીત સાથે હું અંગત રીતે પણ કનેક્ટ થઈ શક્યો છું.’
રોમૅન્ટિક હીરો વિશે પૂછતાં વિશાલે કહ્યું હતું કે ‘મને એવી ઑફર મળી તો એમાં કામ કરવું મને ગમશે. જોકે પૉઝિટિવ હોય કે નેગેટિવ, હું હંમેશાં મારા પાત્રને ન્યાય આપી શકીશ કે નહીં એ પહેલાં વિચારું છું અને એ ચૅલેન્જિંગ હોવું મારા માટે જરૂરી છે. ‘મર્દાની 2’ માટે મને જે પ્રેમ મળ્યો છે એનો હું આભારી છું, પરંતુ ઍક્ટર તરીકે મારે હંમેશાં પોતાને ચૅલેન્જ આપતા રહેવું છે.’

