વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’ની સફળતા પર વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘મને લાગે છે કે આ બેસ્ટ ફિલ્મ છે.
વિશાલ ભારદ્વાજ
ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજનું માનવું છે કે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર્સની સંખ્યા તો વધી, પરંતુ તેમની ફિલ્મોને પ્રોડ્યુસ કરવા માટે કોઈ પ્રોડ્યુસર્સ નથી મળતા. એ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘કેવી ફિલ્મો થિયેટરમાં સફળ થશે એને લઈને ચિંતા હોય છે. ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર્સની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેમને પ્રોડ્યુસર્સ નથી મળતા. અમને જે પ્રકારે સ્ટોરી કહેવી હોય એ પ્રકારે સ્ટોરી કહેવા માટે અમને ફાઇનૅન્સર્સ મળવા જરૂરી છે. અમારા જેવા ઘણા કમર્શિયલ સ્ટાર્સને નથી લેતા છતાં અમને પ્રોડ્યુસર્સ મળી રહે એ મહત્ત્વનું છે. દુઃખની વાત એ છે કે હવે ફાઇનૅન્સર્સ ખૂબ સાવધ બની ગયા છે.’ વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’ની સફળતા પર વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘મને લાગે છે કે આ બેસ્ટ ફિલ્મ છે. આ ફિલ્મની પ્રામાણિકતા લોકોને સ્પર્શી ગઈ છે. આ ફિલ્મ ક્રિટિકલ અને કમર્શિયલી સફળ થઈ છે.’