7 નેશનલ એવૉર્ડ વિજેતા ડિરેક્ટર જે આ કારણસર ન બની શક્યા ક્રિકેટર
વિશાલ ભારદ્વાજ
વિશાલ ભારદ્વાજે(Vishal Bhardwaj) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2 દાયકામાં કેટલુંય એવું શાનદાર કામ કર્યું છે અને બોલીવુડ(Bollywood)માં વિશાલ ભારદ્વાજ(Vishal Bhardwaj)નું નામ સન્માનિત ફિલ્મ નિર્દેશક(Film Director) અને સંગીતકાર તરીકે સામેલ છે. પોતાના કરિઅરમાં વિશાલ વિલિયમ શેક્સપીયર અને ગુલઝાર(Gulzar)ના કામથી ઘણાં પ્રભાવિત થયા. તેમણે શેક્સપીયરની ઘણી સારી સ્ટોરીઝ પર ફિલ્મો બનાવી.
વિશાલ ભારદ્વાજનો જન્મ 4 ઑગસ્ટ, 1965ના ઉત્તરપ્રદેશના બિજનૌરની નજીક ચાંદપુર ગામમાં થયો. વિશાલના પિતા રામ ભારદ્વાજે પણ ફિલ્મોમાં ગીત લખ્યા છે. વિશાલે 17 વર્ષની ઉંમરમાં પહેલું ગીત કમ્પૉઝ કર્યું. જ્યારે ફિલ્મ માચિસમાં તેમણે ગુલઝારના ગીતોને ધુન આપી અને ત્યારથી જ તેમની ઓળખ બનવાની શરૂઆત થઈ. ત્યાર બાદ મકડી ફિલ્મ દ્વારા તેમણે ફિલ્મ નિર્દેશનના વિશ્વમાં આગળ વધ્યા અને છવાઇ ગયા.
ADVERTISEMENT
ગુલઝારથી પ્રેરિત થઈને વિશાલે પણ મહાન લેખક અને સ્ટોરીરાઈટર વિલિયમ શેક્સપીયરની કેટલીક નવલકથાઓ પણ ફિલ્મો બનાવી છે. મેકબેથ પર બેઝ્ડ તેમની ફિલ્મ મકબૂલ, ઓથેલો પર બેઝ્ડ ઓમકારા અને હેમલેટ પર બેઝ્ડ હૈદર ફિલ્મને દર્શકોએ તો પસંદ કરી છે અને એવૉર્ડ સમારંભમાં પણ આ ફિલ્મ અને અટેન્શન મળી. શેક્સપીયર સિવાય તેમની ફિલ્મ ધ બ્લૂ અમ્બ્રેલા, કમીને, સાન ખૂન માફ, રંગૂન અને પટાખા જેવી ફિલ્મો લોકપ્રિય બની.
વિશાલ મ્યૂઝિક ડિરેક્ટર, ફિલ્મ ડિરેક્ટર, લેખક સિવાય ક્રિકેટના પણ સારા ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ સ્ટેટ લેવલ માટે પણ ક્રિકેટ રમ્યા. પણ દુર્ભાગ્યે તે આ આગળ ન વધી શક્યા. એક ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા તેમના અંગૂઠામાં ઇજા થઈ અને ત્યાર બાદ તેમણે ક્રિકેટ આગળ ન રમવાનો નિર્ણય લીધો. જણાવવાનું કે ક્રિકેટ સિવાય તે એક ઉમદા ટેનિસ પ્લેયર પણ રહી ચૂક્યા છે.
નેશનલ એવૉર્ડ વિજેતા પણ રહ્યા
1999ની ફિલ્મ ગૉડમધર માટે તેમને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરના નેશનલ અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય ફિલ્મ હૈદર માટે પણ તેમને નેશનલ એવૉર્ડ મળ્યો છે. તે નેશનલ એવૉર્ડની 4 જુદી જુદી શ્રેણીઓમાં 7 એવૉર્ડ અત્યાર સુધી જીતી ચૂક્યા છે.