૨૦૨૧ની ૧૧ જાન્યુઆરીએ અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો
વામિકા અને અનુષ્કા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા ગઈ કાલે બે વર્ષની થઈ છે. ૨૦૨૧ની ૧૧ જાન્યુઆરીએ અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. હજી સુધી તેના ફૅન્સને તેનો ચહેરો જોવા નથી મળ્યો. તેમણે અગાઉથી જ પાપારાઝીને ચેતવણી આપી હતી કે તેની દીકરીનો ફોટો ક્લિક કરવામાં ન આવે. સોશ્યલ મીડિયામાં પણ અનુષ્કા અને વિરાટે તેની દીકરીનો ફોટો શૅર નથી કર્યો. ગઈ કાલે બર્થ-ડે નિમિત્તે અનુષ્કાએ દીકરીનો ફોટો તો શૅર કર્યો પરંતુ તેનો ચહેરો નથી દેખાતો. ફોટોમાં દેખાય છે કે અનુષ્કા એક બેન્ચ પર બેઠી છે અને તેણે દીકરીને હાથમાં પકડી રાખી છે. વામિકા તેની મમ્મી અનુષ્કા સાથે મસ્તી કરી રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી, બે વર્ષ અગાઉ મારું દિલ ખુશીથી છલકાઈ ઊઠ્યું હતું.