અભિષેક બચ્ચન અને તબુનો આ જૂનો ફોટો સોશ્યલ મીડિયામાં થયો છે વાઇરલ
અભિષેક બચ્ચન અને તબુનો આ જૂનો ફોટો સોશ્યલ મીડિયામાં થયો છે વાઇરલ
બૉલીવુડના ઍક્ટર્સનાં નામ ઘણી વાર ઍક્ટ્રેસ સાથે જોડાઈ જતાં હોય છે. અભિષેક બચ્ચનનું નામ પણ અનેક હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યું હતું. ઐશ્વર્યા રાય સાથે લગ્ન પહેલાં અભિષેકે કરિશ્મા કપૂર સાથે સગાઈ પણ કરી હતી. હવે અભિષેકનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને સોશ્યલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એક તબક્કે અભિષેકની તેનાથી ૪ વર્ષ મોટી તબુ સાથે પણ રિલેશનશિપ હતી.
હકીકતમાં હોલી પછી અભિષેક બચ્ચન અને તબુની એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં તબુ વાઇટ આઉટફિટમાં દેખાઈ રહી છે, જ્યારે અભિષેક રંગીન કુર્તામાં જોવા મળે છે. તસવીરમાં અભિષેકે તબુને એકદમ નજીકથી પકડી રાખી છે અને તે પણ આ પળને માણતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
તબુ અને અભિષેકની આ વાઇરલ તસવીર પર સોશ્યલ મીડિયા યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર એક યુઝરે આ ફોટો શૅર કરીને લખ્યું છે, ‘અભિષેક અને તબુ ૨૦૦૫માં હોલી-પાર્ટીમાં તેમના લવ-અફેર દરમ્યાન.’ જોકે મોટા ભાગના લોકોને લાગે છે કે તેમણે ક્યારેય આ રિલેશનશિપ વિશે સાંભળ્યું નથી એટલે કદાચ આ ફોટો હોલીના મસ્તીભર્યા માહોલમાં ક્લિક થયો હશે.

