ભાઈજાનની લાઇફસ્ટાઇલ વિશે આવું કહેવું છે વિન્દુ દારા સિંહનું
વિન્દુ દારા સિંહ
સલમાન ખાન સાથે જોડાયેલી કેટલીક બાબતો વિન્દુ દારા સિંહે કહી છે. તેનું કહેવું છે કે સલમાનને તેના પિતા સલીમ ખાન પૉકેટ-મની આપે છે અને એ પૈસા તે ડોનેટ કરી દે છે. સાથે જ સલમાન જમવામાં પણ કોઈ કન્ટ્રોલ નથી કરતો અને બાદમાં એક્સરસાઇઝ કરીને એને બૅલૅન્સ કરે છે. સલમાન અને વિન્દુ જૂના ફ્રેન્ડ છે. સલમાન વિશે વિન્દુએ કહ્યું કે ‘સલમાન હંમેશાં કહેતો આવ્યો છે કે મારી ફિઝિક જોઈને તેણે એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું હતું અને હું તેને એમ જ કહું છું કે તે વધારે પડતી એક્સરસાઇઝ કરે છે. સાથે જ તેનું જમવાનું પણ વધારે પડતું જ હોય છે. તે સૂવરની જેમ ખાય છે અને ડૉગની જેમ એક્સરસાઇઝ કરે છે. તે જેટલી ક્વૉન્ટિટીમાં જમે છે એને જોઈને હું તેને પૂછું છું કે આટલું જમવાનું ક્યાં જાય છે? તો તે જવાબ આપે છે કે તે બાદમાં એક્સરસાઇઝ કરી લે છે. સાંજના વર્કઆઉટમાં તે ખરેખર આવું જ કરે છે. તે ખૂબ સારી વ્યક્તિ છે. તે લોકોને ખૂબ મદદ કરે છે.’

