Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિધુ વિનોદ ચોપડાને ‘મિર્ઝાપુર’ બેકાર લાગી હતી

વિધુ વિનોદ ચોપડાને ‘મિર્ઝાપુર’ બેકાર લાગી હતી

30 October, 2023 03:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝમાં બબલુ ભૈયાના રોલમાં વિક્રાન્ત જોવા મળ્યો હતો. વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’માં વિક્રાન્ત જોવા મળી રહ્યો છે.

વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડા


વિક્રાન્ત મૅસીએ જણાવ્યું છે કે વિધુ વિનોદ ચોપડાને ‘મિર્ઝાપુર’ બેકાર લાગી હતી. આ સિરીઝમાં બબલુ ભૈયાના રોલમાં વિક્રાન્ત જોવા મળ્યો હતો. વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’માં વિક્રાન્ત જોવા મળી રહ્યો છે. વિક્રાન્તના કામની સૌકોઈ પ્રશંસા કરે છે. વિક્રાન્તને આજે પણ લોકો બબલુ ભૈયા તરીકે ઓળખે છે. તાજેતરમાં જ વિક્રાન્તે કહ્યું કે ‘મને ‘12th ફેલ’ માટે કાસ્ટ કરવા માટે વિધુ વિનોદ ચોપડાની ઑફિસમાંથી કૉલ આવ્યો હતો. શરૂઆતમાં તો મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરે છે. વિધુ વિનોદ ચોપડાએ મને કોઈ પણ પ્રકારના ખચકાટ વગર કહ્યું કે મેં તારું વધારે કામ જોયું નથી. તે ‘ગુંજ’માં કામ કર્યું છે અને મારી વાઇફ તારા કામનાં વખાણ કરે છે. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ મને બેકાર લાગી હતી. હું પૂરા બે એપિસોડ પણ જોઈ શક્યો નહીં અને મારે અધવચ્ચે જ બંધ કરવી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2023 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK