લેજેન્ડરી એક્ટર (Legendary Actor) વિક્રમ ગોખલેનું (Vikram Gokhale) 77ની વયે નિધન (Died) થયું છે. એક્ટરે પુણે સ્થિત (Pune Hospital) હૉસ્પિટલમાં 26 નેવમ્બરે બપોરે અંતિમ શ્વાસ લીધા.
વિક્રમ ગોખલે (ફાઈલ તસવીર)
લેજેન્ડરી એક્ટર (Legendary Actor) વિક્રમ ગોખલેનું (Vikram Gokhale) 77ની વયે નિધન (Died) થયું છે. એક્ટરે પુણે સ્થિત (Pune Hospital) હૉસ્પિટલમાં 26 નેવમ્બરે બપોરે અંતિમ શ્વાસ લીધા. પુણેના વૈકુંઠ ક્રેમેટોરિયમમાં (Pune Vainkunth Crematorium) આજે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર (Final Rights) કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી સમાચાર હતા કે અભિનેતા પુણે સ્થિત દીનાનાથ હૉસ્પિટલમાં (Deenanath Hospital of Pune) દાખલ હચા. તેમની સારવાર ચાલી રહી હતી. સ્થિતિ નાજુક હતી. જો કે, ડૉક્ટર્સ તેમને રિવાઈવ કરવાના દરેક પ્રયત્નો કરી રહ્યા હતા.
મિત્રએ આપી હતી અપડેટ
વિક્રમ ગોખલેના મિત્ર રાજેશ દામલેએ પણ આ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમની સ્થિતિ નાજુક છે અને તેમનું નિધન થયું નથી. પણ કન્ફર્મ રિપૉર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એક્ટરે આજે બપોરે જ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જો કે, પરિવાર તરફથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આવી નથી. ન તો મિત્ર રાજેશ દામલેએ આ વિશે માહિતી આપી છે.
ADVERTISEMENT
Veteran actor Vikram Gokhale has died in Pune hospital where he was undergoing treatment: Family
— Press Trust of India (@PTI_News) November 26, 2022
હૉસ્પિટલે જાહેર કર્યું હતું નિવેદન
હૉસ્પિટલે પણ જે એક્ટરની હેલ્થ સાથે જોડાયેલ અપડેટ આપી હતી, તેમાં લખ્યું હતું કે તે વેન્ટિલેટર પર છે. જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. આઈસીયૂમમાં એક્ટરની સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ રીતે તેમને સ્વસ્થ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પણ કદાચ કિસ્મતને કંઈક જૂદું જ સ્વીકાર્ય હતું અને તેમણે જીવ ગુમાવ્યો.
કોણ હતા વિક્રમ ગોખલે?
એક્ટરના કરિઅરની વાત કરીએ તો વિક્રમ ગોખલેએ અનેક બૉલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કર્યું. લેજેન્ડરી એક્ટરે માત્ર 26 વર્ષની ઉંમરે એક્ટિંગ જગતમાં શરૂઆત કરી હતી. 1971માં બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતો. પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથેની હતી. ફિલ્મનું નામ `પરવાના`. વિક્રમ ગોખલેને બ્લૉકબસ્ટર ફિલ્મ `હમ દિલ દે ચૂકે સનમ` માટે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં વિક્રમ ગોખલેએ ઐશ્વર્યા રાયના પિતાનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદ એક્ટરને `ખુદા ગવાહ` અને `અગ્નિપથ`માં પણ લોકપ્રિયતા મળી અને તેઓ ઘર-ઘરમાં જાણીતા થયા.
આ પણ વાંચો : અભિનેતા Vikram Gokhaleના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ આવી સામે, જાણો શું છે સ્થિતિ
વિક્રમ ગોખલેને વર્ષ 2010માં મરાઠી ફિલ્મ `અનુમતી`માં જોવામાં આવ્યા, જેમાં તેમની જબરજસ્ત પર્ફૉર્મેન્સે બધાનું મન જીતી લીધું. આ ફિલ્મ માટે વિક્રમ ગોખલેને બેસ્ટર એક્ટરના નેશનલ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે લેજેન્ડરી એક્ટર વિક્રમ ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ એક્ટર ચંદ્રકાન્ત ગોખલેના દીકરા હતા. માત્ર હિન્દી નહીં, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ વિક્રમ ગોખલેએ શાનદાર કામ કર્યું હતું.