કહે છે કે આ તસવીરોને મેં મારા દિલની નજીક રાખી છે
તમન્ના ભાટિયા અને વિજય વર્મા
તમન્ના ભાટિયા અને વિજય વર્માએ પોતાનું અફેર જગજાહેર કરીને બૉલીવુડમાં ચીલો ચાતર્યો છે. આ બન્ને ‘લસ્ટ સ્ટોરીઝ 2’ નામની સિરીઝમાં જોવા મળ્યાં હતાં. એ શોની રૅપ-અપ પાર્ટીમાં માત્ર ચાર જણ હતા. એ દરમ્યાન વિજયે તમન્નાને પ્રપોઝ કર્યું હતું. બન્ને પોતાનાં રિલેશન છુપાવવા નથી માગતાં એ વિશે વિજય કહે છે, ‘અમે બન્ને એક વાત પર સહમત થયાં છીએ કે અમારે સાથે સમય પસાર કરવાનો છે અને જો અમે એકબીજાને પસંદ કરીશું તો પછી રિલેશન છુપાવવાની કોઈ જરૂર નથી. રિલેશન છુપાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તમે સાથે ફરી ન શકો, તમારા ફ્રેન્ડ્સ તમારા ફોટો ક્લિક ન કરી શકે. મને આવાં બંધનો ગમતાં નથી. મારે કોઈ પાંજરામાં પુરાઈને નથી રહેવું. મારી લાગણીઓને પાંજરામાં પૂરવાનું પણ મને નથી ગમતું.’
તેને પૂછવામાં આવ્યું કે શું તમન્ના સાથેના રિલેશનની તેના કામ પર અસર પડી છે? એનો જવાબ આપતાં વિજય કહે છે, ‘આજે આપણા સમાજમાં લોકોને અન્યોની લાઇફમાં વધુ રસ હોય છે. બધાની અંદર એક ફોઈ હોય છે જેને માત્ર રિલેશનશિપ્સ પર ચર્ચા કરવાનું ગમે છે. આ એક બીમારી છે. તમે એના પર કાંઈ ન કરી શકો અને એને બદલી પણ ન શકો.’ વિજય અને તમન્નાના સાથે ૫૦૦૦ ફોટો છે એને તેણે સોશ્યલ મીડિયામાં શૅર નથી કર્યા. એ વિશે વિજય કહે છે, ‘મેં એ ફોટોને મારા દિલની નજીક રાખ્યા છે.’

