આ ફિલ્મમાં તેમની સાથે શેફાલી શાહ પણ જોવા મળશે
વિજય વર્મા
વિજય વર્માને એ વાતની ખુશી છે કે ‘ડાર્લિંગ્સ’માં આલિયા ભટ્ટે તેને અપ્રોચ કર્યો હતો. આ ફિલ્મ શાહરુખ ખાન અને આલિયા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની સાથે શેફાલી શાહ પણ જોવા મળશે. ફિલ્મમાં રોલ મળતાં વિજય વર્માએ કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ માટે આલિયાએ મને અપ્રોચ કર્યો હતો. આ એક ટ્વિસ્ટેડ ડાર્ક કૉમેડી છે. એક ઍક્ટર માટે આ ગજબનો રોલ છે. શેફાલી શાહ જેવા કલાકાર સામે પર્ફોર્મ કરવાનું હોવાથી અમારે પણ સારું પર્ફોર્મ કરવાનું હોય એ સ્વાભાવિક છે. ગુલઝારે ગીત લખ્યાં, વિશાલ ભારદ્વાજે મ્યુઝિક આપ્યું અને જસ્મિત કે. રીન જેવા ઉત્સાહી ડિરેક્ટર મળ્યા. આ પ્રોજેક્ટના શૂટિંગ વખતે પણ ખરેખર મજા આવી હતી. ફિલ્મની રિલીઝને લઈને હું નર્વસની સાથે એક્સાઇટેડ પણ છું.’