તામિલ સુપરસ્ટાર વિજય થલપતિ તમામ ધર્મોને સમાન દૃષ્ટિએ જુએ છે એથી તે મંદિર, મસ્જિદ અને ચર્ચમાં પણ જાય છે.
વિજય થલપતિ
તામિલ સુપરસ્ટાર વિજય થલપતિ તમામ ધર્મોને સમાન દૃષ્ટિએ જુએ છે એથી તે મંદિર, મસ્જિદ અને ચર્ચમાં પણ જાય છે. તેની ‘બીસ્ટ’ ૧૩ એપ્રિલે રિલીઝ થવાની છે. સન પિક્ચરે આ ફિલ્મ પ્રોડ્યુસ અને નેલ્સન દિલીપ કુમારે ડિરેક્ટ કરી છે. એ વિશે તેની ફિલ્મના ડિરેક્ટર નેલ્સને તેને પૂછ્યું હતું કે જ્યૉર્જિયામાં શૂટિંગ દરમ્યાન તું સતત ચર્ચમાં જતો હતો. એ વિશે વિજય થલપતિએ કહ્યું કે ‘હું તમામ ધર્મોમાં આસ્થા રાખું છું. હું ‘થુપ્પક્કી’ના શૂટિંગ દરમ્યાન ચર્ચ, મંદિર અને અમીન પીરની દરગાહમાં પણ ગયો હતો. મને આ તમામ ધાર્મિક સ્થાનોમાં અલૌકિક અનુભૂતિ થાય છે. મારી મમ્મી હિન્દુ છે અને મારા પપ્પા ક્રિશ્ચન છે. બન્નેને પ્રેમ થયો અને તેમણે લગ્ન કર્યાં. મારો ઉછેર એવા ઘરમાં થયો જ્યાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો નહોતા. આ જ બાબત હું મારાં બાળકોને પણ શીખવાડી રહ્યો છું.’