હવે ફિલ્મમાં વિલનનો રોલ કરનાર વિજય સેતુપતિનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. વિજય સેનુપતિનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ચાહકોમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિજય સેનુપતિનો ફર્સ્ટ લૂક (સૌજન્ય; ટ્વિટર)
શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલ તેની આગામી ફિલ્મ `જવાન`(Jawan)ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે રિલીઝ પહેલા જ દર્શકોમાં ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મને લગતી નાની નાની વિગતો પણ ચાહકોનો ઉત્સાહ વધારી રહી છે. હાલ આ ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો નવો લૂક સામે આવ્યો છે. આ લુક સામે આવ્યા પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
થોડા દિવસ દિવસે ફિલ્મના નવા પાત્રનું પોસ્ટર સામે આવ્યું હતું. જેમાં કલાકારની આંખો બતાવવામાં આવી હતી. આ આંખો જોઈને ચાહકોએ તરત ઓળખી લીધું હતું કે આ વિજય સેતુપતિનો લુક છે.
ADVERTISEMENT
હવે ફિલ્મમાં વિલનનો રોલ કરનાર વિજય સેતુપતિનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. વિજય સેનુપતિનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ચાહકોમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન અને ફિલ્મના દિગ્દર્શક એટલાએ અભિનેતાનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટરમાં વિજય ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો છે. તે ‘ડીલર ઓફ ડેથ’ તરીકે આવ્યો છે. પોસ્ટરમાં વિજય ડાર્ક ચશ્મા પહેરેલો જોવા મળે છે. અભિનેતાનો સાઇડ પોઝ લૂક પણ બતાવવામાં આવ્યો છે. પોસ્ટર પર લખ્યું છે ‘ડીલર ઓફ ડેથ’
There`s no stopping him... or is there? Watch out! #VijaySethupathi #JawanPrevue Out Now! #Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/BdD3OKttMZ
— Shah Rukh Khan (@iamsrk) July 24, 2023
આ વિજય સેતુપતિનું પોસ્ટર શેર કરતા શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, `કોઈ તેને રોકી શકતું નથી, કે કોઈ છે?’ વિજયનો ફર્સ્ટ લુક શેર કરતી વખતે એટલાએ લખ્યું હતું કે, `જવાન, સેતુ ના સંભવમ લોડ હો રહા હૈ....’
ખરેખર આ તો માત્ર શરૂઆત હોય એમ માનવામાં આવી રહ્યું છે. એવી પણ વાત સામે આવી છે કે એટલાએ આ કૅપ્શન માટે સંકેત આપ્યો છે કે આ તો માત્ર શરૂઆત છે. ફિલ્મના અન્ય પાત્રોના વધુ પોસ્ટર રિલીઝ થવાના છે. આ સિવાય અનિરુદ્ધ રવિચંદરે વિજયનો લુક શેર કર્યો અને લખ્યું કે, ‘તે અહીં રમવા નથી આવ્યો, તેનાથી સાવધાન રહો.’
વિજયનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે, હજી સુધી વિજયના રોલ વિશે વધુ કોઈ માહિતી બહાર આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળવાનો છે. પરંતુ ફિલ્મનું પોસ્ટર જોયા બાદ આ સમાચારને સમર્થન મળ્યું છે કે તે ફિલ્મમાં વિલન તરીકે મોતનો વેપારી બની રહ્યો છે.
`જવાન`માં કાસ્ટ થવા અંગે મોટો ખુલાસો કરતા વિજયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું શાહરૂખને નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નમાં બીજીવાર મળ્યો હતો ત્યારે મેં તેને કહ્યું હતું કે હું તમારી સાથે નેગેટિવ પાત્રમાં દેખાવા માંગુ છું.”