તેનું કહેવું છે કે દરેક વ્યક્તિ તેની પત્ની અને બાળકો માટે હીરો હોય છે અને તેમની સિક્સ-પૅક ઍબ્સ હોય એ જરૂરી નથી
વિજય સેતુપતિ
વિજય સેતુપતિ હીરોની સિક્સ-પૅક ઍબ્સ હોવામાં વિશ્વાસ નથી કરતો. અજય દેવગન, શાહરુખ ખાન અને શાહિદ કપૂર સાથે કામ કરનાર સાઉથનો સ્ટાર વિજય સેતુપતિ ઘણો લોકપ્રિય છે. અન્ય સ્ટાર કરતાં તે એકદમ અલગ હોવાથી લોકો તેને ખૂબ પસંદ કરે છે. સ્ટાર્સની સિક્સ-પૅક ઍબ્સ હોવી જોઈએ એવી માન્યતા વિશે વિજય સેતુપતિ કહે છે, ‘મને આ બાબતે ઘણી વાર પૂછવામાં આવે છે. મને જેટલો સિમ્પલ કહેવામાં આવે છે એટલો પણ સિમ્પલ હું નથી. મારા મત મુજબ હૅન્ડસમ અથવા તો સ્માર્ટ હોવું એને ફિઝિકલ અપીરન્સ સાથે કોઈ લેવાદેવા નથી. કેટલા લોકોની સિક્સ-પૅક ઍબ્સ હશે? શું બધા લોકો તેમના ઘરે હીરો નથી હોતા? શું કોઈ પણ વ્યક્તિ તેની પત્ની અને બાળકો માટે હીરો નથી હોતી? હું સિક્સ-પૅક ઍબ્સની વિરુદ્ધમાં નથી, પરંતુ મારે કોઈ ફિલ્મ માટે બૉડી બનાવવી પડી તો હું બનાવીશ. ફિલ્મમેકરે મને એ માટે સમય આપવો પડશે અને સ્ક્રિપ્ટ માટે એ જરૂરી છે એ વિશે મને સમજાવવો પડશે. સિક્સ-પૅક ઍબ્સ બનાવવા પૂરતી હું નહીં બનાવું.’