એવું જાણવા મળ્યું છે કે એટલીએ ‘જવાન’ના રોલ માટે વિજય સેતુપતિ સાથે તેની ‘વિક્રમ’ રિલીઝ નહોતી થઈ એ પહેલાં જ વાત કરી હતી.
વિજય સેતુપતિ
શાહરુખ ખાનની ‘જવાન’ માટે વિજય સેતુપતિએ ૨૧ કરોડ લીધા હોય એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને એટલી ડિરેક્ટ કરી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધી ચાર્જ કરવામાં આવેલી ફીમાંથી આ સૌથી વધુ રકમ તેણે માગી છે. એવું જાણવા મળ્યું છે કે એટલીએ ‘જવાન’ના રોલ માટે વિજય સેતુપતિ સાથે તેની ‘વિક્રમ’ રિલીઝ નહોતી થઈ એ પહેલાં જ વાત કરી હતી. જોકે હવે તેની ‘વિક્રમ’ને અભુતપૂર્વ સફળતા મળી છે. એને જોતાં જ વિજયે પોતાની ફી વધારી દીધી છે. જોકે વિજય પણ ‘જવાન’ માટે ઉત્સુક છે. આ ફિલ્મ માટે તેણે બે પ્રોજેક્ટ જતા કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ‘જવાન’માં તેનો રોલ શાનદાર હોવાથી તે આ ફિલ્મને હાથમાંથી નહોતો જવા દેવા માગતો. ફિલ્મમાં તે વિલન બનવાનો છે અને શાહરુખ સાથે તેનો જંગ થવાનો છે.