ઍક્શન-થ્રિલરને ‘જર્સી’ના મેકર ગૌતમ તિન્નાનુરી ડિરેક્ટ કરશે.
વિજય દેવરાકોન્ડાની આગામી ફિલ્મ ‘VD 12’નો પૂજાવિધિ સાથે શુભારંભ થયો છે
વિજય દેવરાકોન્ડાની આગામી ફિલ્મ ‘VD 12’નો પૂજાવિધિ સાથે શુભારંભ થયો છે. આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ કરવામાં આવશે. આ ઍક્શન-થ્રિલરને ‘જર્સી’ના મેકર ગૌતમ તિન્નાનુરી ડિરેક્ટ કરશે. ફિલ્મમાં શ્રીલીલા પણ લીડ રોલમાં દેખાશે. સિતારા એન્ટરટેઇનમેન્ટ્સ એને પ્રોડ્યુસ કરે છે. ફિલ્મની પૂજાવિધિનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા છે. આ ફોટો ટ્વિટર પર શૅર કરીને સિતારા એન્ટરટેઇનમેન્ટ્સે ટ્વીટ કર્યું કે ‘ખુશનુમા સવાર હતી. સકારાત્મક શરૂઆત થઈ. સુપર ચિલ અને સ્વીટ વિજય દેવરાકોન્ડા અને ગૌતમ તિન્નાનુરી સાથે શૂટિંગ શરૂ કરવા માટે આતુર છીએ.’