ફૅમિલી સ્ટારના નેગેટિવ રિવ્યુને લઈને ટ્રોલર્સથી નારાજ હોવાની વાત વિશે વિજય દેવરાકોન્ડાએ તોડી ચુપકીદી
વિજય દેવરાકોંડા
વિજય દેવરાકોન્ડા અને તેની ટીમે ‘ફૅમિલી સ્ટાર’ને મળેલા નેગેટિવ રિવ્યુને લઈને પોલીસ-ફરિયાદ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. વિજયે આ વાતને ફગાવી દીધી છે. હાલમાં જ એક ફોટો વાઇરલ થયો છે જેમાં વિજય પોલીસ સાથે જોવા મળી રહ્યો છે. જોકે આ ફોટો જૂનો છે અને એનો ઉપયોગ ખોટી રીતે કરીને વિજયની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર ટ્રોલર્સ ફિલ્મને અને વિજયને જાણી જોઈને ટાર્ગેટ કરી રહ્યા છે અને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે એવી સાઇબર ક્રાઇમમાં તેની ટીમે ફરિયાદ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિશે વિજય કહે છે, આ એક અફવા છે અને જે ફોટો છે એ કોવિડના સમયનો છે.

