બૉડી-બિલ્ડિંગને પ્રોત્સાહન આપવા માટે તેણે આ ઇનામની જાહેરાત કરી છે
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલે હાલમાં જ જાહેરાત કરી છે કે તે ઇન્ડિયન બૉડી બિલ્ડિંગ ફેડરેશનના મહારાષ્ટ્ર શ્રી 2024ના વિનરને બે લાખ રૂપિયાનું ઇનામ આપશે. તે હાલમાં જ આ સ્પર્ધાની ઇવેન્ટમાં જોવા મળ્યો હતો અને બૉડી-બિલ્ડિંગને પ્રોત્સાહન આપવા માટે તેણે આ ઇનામની જાહેરાત કરી છે. આ બાબતે વિદ્યુતે કહ્યું હતું કે ‘સોસાયટીના ભાગરૂપે આપણે બૉડી-બિલ્ડર્સ અને ઍથ્લીટ્સને તેમનાં સપનાંઓ પૂરાં કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. હું હંમેશાં નવી ટૅલન્ટની શોધમાં હોઉં છું જે નોખી માટીની બનેલી હોય. મને ખુશી છે કે હું આ બૉડી-બિલ્ડર્સને મળી શક્યો અને તેમનાં સપનાંઓને હકીકત બનાવવાનો મને નાનકડો ચાન્સ મળ્યો.’

