વિદ્યુત જામવાલે હાલમાં એક ફૅનને લક્ઝરી કાર રાઇડની સરપ્રાઇઝ આપી છે.
ફૅનને લક્ઝરી કાર રાઇડની સરપ્રાઇઝ આપી વિદ્યુતે
વિદ્યુત જામવાલે હાલમાં એક ફૅનને લક્ઝરી કાર રાઇડની સરપ્રાઇઝ આપી છે. તે હાલમાં તેની ‘ખુદા હાફિઝ 2’ પ્રમોટ કરી રહ્યો છે. તે તેની એસ્ટન માર્ટિન ડીબી૯માં જઈ રહ્યો હતો અને તેણે તેના ડાયહાર્ડ ફૅનને એ કારની સવારી કરાવી હતી. વિદ્યુત ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેની ૧.૯ કરોડ રૂપિયાની કારમાં આવ્યો હતો. તે ફોટો માટે તેની કાર સાથે પોઝ આપી રહ્યો હતો એ દરમ્યાન તેની એક ફૅન તેની પાસે દોડી આવી હતી. તે તેને મળ્યો હતો અને ભેટ્યો પણ હતો. ત્યાર બાદ તેણે ફૅનને કાર રાઇડ પણ કરાવી હતી.