વિદ્યુત તેના વર્કઆઉટ કરતા અને સ્ટન્ટ્સ કરતા વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલે લોકોને સલાહ આપી છે કે ટ્રેઇનિંગ વગર કોઈ પણ પ્રકારના જોખમથી ભરેલા સ્ટન્ટ્સ ન કરવા જોઈએ. વિદ્યુત તેના વર્કઆઉટ કરતા અને સ્ટન્ટ્સ કરતા વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે. વિદ્યુતને પોતાની સાથે સમય પસાર કરવો પણ પસંદ છે. તેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘ક્રૅક-જીતેગા તો જીએગા’ ૨૬ એપ્રિલે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. લોકોને સલાહ આપતાં વિદ્યુત જામવાલ કહે છે, ‘આજના યુવાનો ખૂબ સ્માર્ટ છે. કોઈ પણ સ્ટન્ટ્સ ટ્રેઇનિંગ વગર ન કરી શકાય. ખાસ કરીને જ્યાં જોખમ વધારે હોય. ટ્રેઇનિંગ વગર જોખમી સ્ટન્ટ્સ કરવા મૂર્ખામી કહેવાય. હું લોકોને સલાહ આપું છું કે મારી જેમ ટ્રેઇનિંગ લો અને પછી એ સ્ટન્ટ્સ કરો.’

