આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુત જામવાલે કૅપ્શન આપી હતી, ‘લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખવાનો મૂળ મંત્ર શરીરનું બૅલૅન્સ રાખવામાં છે. - બીકેએસ આયંગર.’
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલે કમાલનું બૅલૅન્સ જાળવી દેખાડ્યું છે. તેણે ચાર માળના બિલ્ડિંગની ટેરેસ પરની ડિઝાઇનર પેરાપેટ વૉલ પર ચાલીને દેખાડ્યું છે. એનો વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એ વિડિયોમાં તે શર્ટલેસ છે અને શૉર્ટ્સ પહેરી છે. તે હાથ ઉપર કરીને બિન્દાસ ચાલી રહ્યો છે અને દોડી પણ રહ્યો છે. આ સિવાય તે ઊંધો પણ ચાલે છે. એ જોઈને કહી શકાય કે ઍક્ટિંગ અને ઍક્શનની સાથે તે આ ગજબની સ્કિલ પણ રાખે છે. આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુત જામવાલે કૅપ્શન આપી હતી, ‘લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખવાનો મૂળ મંત્ર શરીરનું બૅલૅન્સ રાખવામાં છે. - બીકેએસ આયંગર.’

