તેમણે સોશ્યલ મીડિયામાં પણ એ વિશે જાહેરાત કરી હતી
નંદિતા મહતાણી અને વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ અને નંદિતા મહતાણીએ બે વર્ષની સગાઈ બાદ અલગ થવાનું નક્કી કર્યું છે. વિદ્યુત હાલમાં તેના પ્રોડક્શન હાઉસની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. ડિઝાઇનર નંદિતા સાથે વિદ્યુતે ૨૦૨૧માં આગરામાં આવેલા તાજ મહેલમાં સગાઈ કરી હતી. તેમણે સોશ્યલ મીડિયામાં પણ એ વિશે જાહેરાત કરી હતી. જોકે તેઓ હાલમાં ડીઆન પાન્ડેની દીકરીની હલ્દી સેરેમનીમાં જોવા મળ્યાં હતાં. તેઓ બન્ને એકમેકથી અંતર રાખતાં જોવા મળ્યાં હતાં. વિદ્યુત હાલમાં સોશ્યલ મીડિયા પરથી ગાયબ છે એ પાછળનું કારણ પણ આ જ ગણવામાં આવી રહ્યું છે. તેઓ અલગ તો થયાં છે, પરંતુ હજી પણ બન્ને એકમેકનો એટલો જ રિસ્પેક્ટ કરે છે અને જરૂર પડ્યે એકબીજાના પડખે પણ ઊભાં રહેવાની તૈયારી છે.