આ ફિલ્મ ૭ જુલાઈએ રિલીઝ થવાની છે.
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું માનવું છે કે તેની આગામી ફિલ્મ ‘નીયત’માં તેનો રોલ ક્લાસિક ડિટેક્ટિવનો નથી. આ ફિલ્મ ૭ જુલાઈએ રિલીઝ થવાની છે. અનુ મેનને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે રામ કપૂર, રાહુલ બોઝ, દીપનીતા શર્મા, શશાંક અરોરા, નીરજ કાબી, શહાના ગોસ્વામી, અમ્રિતા પુરી અને પ્રાજક્તા કોલી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તે સીબીઆઇ ઑફિસર મીરા રાવના રોલમાં દેખાશે. તે બિલ્યનેર આશિષ કપૂરના સુસાઇડના કેસની તપાસ કરે છે. પોતાના આ રોલ વિશે વિદ્યા બાલને કહ્યું કે ‘ક્લાસિક મર્ડર મિસ્ટરીમાં મીરા રાવ કોઈ ક્લાસિક ડિટેક્ટિવ નથી. તેની પોતાની વિશેષતા છે અને વસ્તુસ્થિતિને લઈને તેનો દૃષ્ટિકોણ અલગ છે. સેટ પર આ અદ્ભુત કલાકારો સાથે સમય ખૂબ સારી રીતે પસાર થયો. અમે જ્યારે શૂટિંગ કરતાં હતાં ત્યારે તો અનુ મેનને ખરેખર ચીસો પાડીને કહેવું પડતું હતું, ક્વાએટ!’