મેં તેઝાબનું એક, દો, તીન...ગીત જોયું ત્યારે હું ૮ વર્ષની હતી એમ જણાવતાં વિદ્યા બાલન કહે છે...હવે ‘ભૂલભુલૈયા 3’માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એનો ગર્વ છે
વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત
વિદ્યા બાલન અને કાર્તિક આર્યન ‘ભૂલભુલૈયા 3’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યાં હતાં. ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે વિદ્યા બાલનની ડાન્સ-સીક્વન્સ છે. વિદ્યા બાલને જણાવ્યું હતું કે ‘મેં ‘તેઝાબ’નું ‘એક, દો, તીન..’ ગીત જોયું ત્યારે હું આઠ વર્ષની હતી. હું ત્યારથી માધુરી દીક્ષિત બનવા માગતી હતી અને વર્ષો બાદ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, એમાં પણ અમારી સાથે ડાન્સ-સીક્વન્સ છે. ગર્વની વાત છે કે હું માધુરી મૅમ સાથે સ્ક્રીન શૅર કરું છું. મેં તેમની સાથે ડાન્સ કરવાની કોશિશ કરી છે, પરંતુ માધુરી દીક્ષિતનો મુકાબલો કોઈ નથી કરી શકવાનું.’
ગુજરાતી ફિલ્મ કરશો કે કેમ પૂછતાં વિદ્યા બાલને જણાવ્યું હતું કે ‘હું પહેલાંથી જ ગુજરાતી કે રીજનલ કોઈ પણ ફિલ્મ કરવા તૈયાર છું. મારી શરૂઆત બંગાળી ફિલ્મોથી થઈ હતી. જોકે હું બંગાળી નથી. દક્ષિણ ભારતની પણ મેં એકાદ ફિલ્મ કરી છે. એક કામ કરીશ, હું પ્રતીક ગાંધીને કહીશ કે સાથે કોઈક સરસ ગુજરાતી ફિલ્મ કરીએ.’
ADVERTISEMENT
વિદ્યા બાલને જણાવ્યું હતું કે ‘ફિલ્મ એન્જૉય કરવામાં ગુજરાતીઓ માહેર છે. મારી નાનપણમાં બેસ્ટ ફ્રેન્ડ ગુજરાતી હતી. મેં તેને આખા પરિવાર સાથે ફિલ્મમાં નાસ્તો લઈને જતાં જોઈ છે. અત્યારે તો થિયેટરમાં નાસ્તો લઈ જવાની મનાઈ છે પણ ત્યારે તેઓ ખાવાનું પાસ કરતાં-કરતાં ફિલ્મ જોતા અને એન્જૉય કરતા. કમ્યુનિટી વ્યુઇંગમાં ગુજરાતીઓ
મોખરે છે.’
શૂટ ન હોવા છતાં કાર્તિક ભૂલભુલૈયા 3ના સેટ પર ભાગી-ભાગીને કેમ જતો હતો?
કાર્તિક આર્યને જણાવ્યું હતું કે માધુરી દીક્ષિત અને વિદ્યા બાલનની જ્યારે ડાન્સ-સીક્વન્સ હતી ત્યારે તેનું શૂટ નહોતું છતાં તે સેટ પર આવી જતો હતો. તેણે કહ્યું હતું, ‘હું ભાગી-ભાગીને સેટ પર આ સીક્વન્સ જોવા આવતો હતો, કેમ કે આ મોકો હું છોડવા નહોતો માગતો. મેં માધુરી મૅમ અને વિદ્યા મૅમનો પર્ફોર્મન્સ લાઇવ જોયો છે અને એ સૉન્ગના દરેક શૉટ બાદ સેટ પર તાળીઓ પડતી હતી.’