વિધુ વિનોદ ચોપડાએ જણાવ્યું હતું કે સેમ સ્ટારકાસ્ટ સાથેની આ ફિલ્મ ૧૩ ડિસેમ્બરે રિલીઝ થશે. પ્રીક્વલ એટલે એવી ફિલ્મ જેમાં મૂળ ફિલ્મની વાર્તામાં અગાઉ શું થયું હતું એ દેખાડવામાં આવે છે.
વિધુ વિનોદ ચોપડા
૨૮ ડિસેમ્બરે દુબઈમાં યોજાયેલા આઇફા અવૉર્ડ્સમાં ‘12th ફેલ’ ફિલ્મ માટે વિધુ વિનોદ ચોપડાને બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. આઇફાની ઇવેન્ટમાં વિધુ વિનોદ ચોપડાએ ‘12th ફેલ’ની પ્રીક્વલ ફિલ્મ અનાઉન્સ કરી હતી. એ ફિલ્મનું નામ ‘ઝીરો સે શુરુઆત’ રાખવામાં આવ્યું છે. વિધુ વિનોદ ચોપડાએ જણાવ્યું હતું કે સેમ સ્ટારકાસ્ટ સાથેની આ ફિલ્મ ૧૩ ડિસેમ્બરે રિલીઝ થશે. પ્રીક્વલ એટલે એવી ફિલ્મ જેમાં મૂળ ફિલ્મની વાર્તામાં અગાઉ શું થયું હતું એ દેખાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સફળ ફિલ્મ ‘12th ફેલ’ IPS ઑફિસર મનોજ કુમાર શર્માની રિયલ વાર્તા કહેતી અનુરાગ પાઠકની એ જ નામની બુક પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં વિક્રાંત મૅસીએ મનોજ શર્માનું પાત્ર ભજવ્યું છે. તેની સાથે મનોજ શર્માનાં પત્ની શ્રદ્ધા જોશીના પાત્રમાં મેધા શંકર છે.