આ ફિલ્મમાં અલાયા ફર્નિચરવાલા અને કરણ મહેતા લીડ રોલમાં છે
વિકી કૌશલ
વિકી કૌશલ આગામી ફિલ્મ ‘ઑલમોસ્ટ પ્યાર વિથ DJ મોહબ્બત’માં DJ મોહબ્બતના રોલમાં દેખાવાનો છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મ ૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અલાયા ફર્નિચરવાલા અને કરણ મહેતા લીડ રોલમાં છે. ફિલ્મમાં વિકી કૌશલના રોલ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘ફિલ્મની સ્ટોરીમાં DJ મોહબ્બતનો રોલ ખૂબ અગત્યનો છે. એથી હું ચાહતો હતો કે કોઈ સ્પેશ્યલ એ રોલ ભજવે. DJ મોહબ્બત પ્રેમનો અવાજ છે અને બે સ્ટોરીને પરસ્પર એ જોડે છે. એથી એવી કોઈ વ્યક્તિ મને જોઈતી હતી. કોઈ એવું જેને બધા પ્રેમ કરે, કારણ કે તેના પર સૌને ભરોસો હોય. વિકીને હું ઘણા સમયથી ઓળખું છું. તે હંમેશાં તેના દિલથી બોલે છે. તે કદી પણ દર્શકોનો આભાર માનવાનું નથી ભૂલતો. મેં જ્યારે મારી ટીમને પૂછ્યું કે ‘જો શાહરુખ નહીં તો બીજું કોણ?’ મારી આખી ટીમ, મારી દીકરી અને તેના ફ્રેન્ડ્સે એક અવાજમાં જણાવ્યું કે વિકી કૌશલ.’
આ પણ વાંચો : છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં દેખાશે વિકી કૌશલ
ADVERTISEMENT
અનુરાગ કશ્યપને પોતાના ગુરુ જણાવતાં વિકી કૌશલે કહ્યું કે ‘અનુરાગ સર મારા માટે ગુરુ છે, મારા ફ્રેન્ડ અને અનેક દૃષ્ટિએ તેઓ મારા માટે સિનેમામાં પ્રવેશ કરવાનું મારા માટે માધ્યમ છે. મારા સ્પેશ્યલ ફ્રેન્ડે બનાવેલી આ સ્પેશ્યલ ફિલ્મના આ સ્પેશ્યલ રોલ વિશે તેમણે જ્યારે મને જણાવ્યું તો મેં તરત હા પાડી દીધી હતી.’