વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ને પાંચ નૅશનલ અવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મને બેસ્ટ હિન્દી ફિલ્મના અવૉર્ડથી નવાજવામાં આવી છે. ૬૯મા નૅશનલ અવૉર્ડની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.
વિકી કૌશલ
વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ને પાંચ નૅશનલ અવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મને બેસ્ટ હિન્દી ફિલ્મના અવૉર્ડથી નવાજવામાં આવી છે. ૬૯મા નૅશનલ અવૉર્ડની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. શૂજિત સરકાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને બેસ્ટ હિન્દી ફિલ્મની સાથે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ સિનેમૅટોગ્રાફી, બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન અને બેસ્ટ ઑડિયોગ્રાફીનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ એક બાયોગ્રાફિકલ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ છે. અમ્રિતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મ સ્વાતંય સેનાની ઉધમ સિંહની લાઇફ પરથી બનાવવામાં આવી છે જેણે જલિયાંવાલા બાગનો બદલો લેવા લંડનમાં જઈને માઇકલ ઓડાયરની હત્યા કરી હતી.
મારા માટે આ ખૂબ જ દુઃખદ સમય છે. મારા પિતા આજે જીવિત હોત તો ખૂબ જ ખુશ થયા હોત. મને પહેલી વાર જ્યારે નૅશનલ અવૉર્ડ મેન્શન મળ્યું હતું ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા હતા. આ અવૉર્ડ હું તેમને ડેડિકેટ કરું છું. આજે હું જે છું એ તેમના લીધે છું. મારી પાસે શબ્દો નથી, પરંતુ હું મારી ટીમનો આભાર માનું છું. ક્રિતી સૅનનને પણ બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. આથી તેને પણ અભિનંદન. :પંકજ ત્રિપાઠી નૅશનલ અવોર્ડ જીતવા વિશે

