વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ માટે તૈયાર છે. એ ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે.
વિકી કૌશલ
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ માટે તૈયાર છે. એ ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ સાહસિક મરાઠા શાસકના શાસનકાળને દર્શાવશે જેની શરૂઆત ૧૬૮૧માં તેમના રાજ્યાભિષેક સાથે થશે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો ૧૯ ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે એને ધ્યાનમાં રાખીને વિકીની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
ફિલ્મની રિલીઝમાં ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એના પ્રમોશનની શરૂઆત કરતાં પહેલાં વિકીએ છત્રપતિ સંભાજીનગરમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં અને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. વિકીએ મંદિરમાં શિવપૂજા કરીને ‘છાવા’ની સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા જેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

