વિકી કૌશલ જેમાં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવી રહ્યો છે એ ફિલ્મ ‘છાવા’ ૨૦૨૫ના ફેબ્રુઆરીના મધ્યમાં રિલીઝ થશે
ફિલ્મ ‘છાવા’
વિકી કૌશલ જેમાં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ ભજવી રહ્યો છે એ ફિલ્મ ‘છાવા’ ૨૦૨૫ના ફેબ્રુઆરીના મધ્યમાં રિલીઝ થશે. ૧૯ ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે એને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. ‘છાવા’ નામની મરાઠી નૉવેલ પરથી બની રહેલી આ ફિલ્મમાં છત્રપતિ સંભાજીના મરાઠા લડવૈયા તરીકેના વારસાને દેખાડવામાં આવશે. આ ફિલ્મની હિરોઇન રશ્મિકા મંદાના છે. ફિલ્મમાં અક્ષય ખન્ના અને દિવ્યા દત્તા પણ છે, મ્યુઝિક એ.આર. રહમાનનું છે.