આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકર ડિરેક્ટ કરશે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે.
વિકી કૌશલ
વિકી કૌશલે ફીલ્ડ માર્શલ સૅમ માણેકશાના સ્ટૅચ્યુની મુલાકાત લીધી હતી. તેમની લાઇફ પર બની રહેલી ફિલ્મ ‘સૅમ બહાદુર’માં વિકી લીડ રોલમાં જોવા મળશે. સૅમ માણેકશાએ ભારતીય સેનામાં ફરજ બજાવતાં અનેક યુદ્ધમાં ભાગ લીધો હતો. તેમની બહાદુરીના કિસ્સા મેઘના ગુલઝારની આ ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં સૅમ માણેકશાની વાઇફના રોલમાં સાન્યા મલ્હોત્રા અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં ફાતિમા સના શેખ દેખાશે. સૅમ માણેકશાના સ્ટૅચ્યુની મુલાકાત લઈને વિકી ખુશ થઈ ગયો છે અને એ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
વિકી કૌશલ હવે એક નાના શહેરની વૉરિયર ફિલ્મમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકર ડિરેક્ટ કરશે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું ટાઇટલ નક્કી નથી કરવામાં આવ્યું. આ ફિલ્મ મોટા બજેટની બનાવવામાં આવશે. એટલું જાણવા મળ્યું છે કે એક ઐતિહાસિક પાત્ર પરથી આ ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મ માટે લક્ષ્મણ ઉતેકરની પહેલી પસંદ વિકી છે. તેમણે આ પ્રોજેક્ટ વિશે ચર્ચા પણ કરી છે, પરંતુ આખું નરેશન સાંભળ્યા બાદ જ વિકી ફિલ્મ સાઇન કરશે. ફિલ્મ હાલમાં રાઇટિંગ પ્રોસેસમાં છે, એથી એને બનતાં હજી થોડો સમય લાગશે.