દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં જ અલીબાગમાં ક્રિસમસ સેલિબ્રેટ કરતાં જોવા મળ્યાં હતાં
રાજસ્થાનના જવાઈમાં ન્યુ યર સેલિબ્રેટ કરશે વિકી-કૅટરિના
વિકી કૌશલ અને કૅટરિના કૈફ રાજસ્થાનમાં ન્યુ યર સેલિબ્રેટ કરવાનાં છે. નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ-તેમ સેલિબ્રિટીઝ કામ છોડીને ન્યુ યરને સેલિબ્રેટ કરવા માટે રવાના થઈ રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં જ અલીબાગમાં ક્રિસમસ સેલિબ્રેટ કરતાં જોવા મળ્યાં હતાં. જોકે વિકી અને કૅટરિના ન્યુ યર માટે રાજસ્થાન ગયાં છે. તેમણે મુંબઈથી જોધપુરની ફ્લાઇટ લીધી હતી. તેઓ બાલી જિલ્લાના જવાઈમાં ગયાં છે. ત્યાં તેમણે લેપર્ડ સફારીનું પણ આયોજન કર્યું છે. પૈસાદાર લોકો માટે આ જગ્યા ખૂબ જ ફેમસ છે. અગાઉ સચિન તેન્ડુલકરે પણ અહીં તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ ગયા વર્ષે અહીં જ ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. વિકી અને કૅટરિનાએ તો લગ્ન પણ રાજસ્થાનમાં જ કર્યાં હતાં.