એનો ફોટો વાઇરલ થતાં તેમના ફૅન્સ ખુશ થઈ ગયા છે
વિકી કૌશલ અને કૅટરિના કૈફ
વિકી કૌશલ અને કૅટરિના કૈફે સિદ્ધિવિનાયક મંદિરે જઈને વિઘ્નહર્તાનાં દર્શન કર્યાં હતાં. તેમની સાથે વિકીની મમ્મી વિના કૌશલ પણ હાજર હતી. તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. કૅટરિનાએ ગ્રીન ડ્રેસ અને માથે દુપટ્ટો પહેર્યો છે. એનો ફોટો વાઇરલ થતાં તેમના ફૅન્સ ખુશ થઈ ગયા છે. ૨૦૨૧ની ડિસેમ્બરે બન્નેએ રાજસ્થાનનાં સવાઈ માધોપુરમાં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નમાં નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યાં હતાં.
IIFA હવે ફેબ્રુઆરીમાં નહીં, મેમાં યોજાશે
ADVERTISEMENT
IIFA એટલે કે ધ ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી ઍન્ડ અવૉર્ડ્સને પોસ્ટપોન્ડ કરવામાં આવ્યો છે. આ અવૉર્ડ ફંક્શન ૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ યોજાવાનો હતો, પણ હવે આ સેરેમની મે મહિનામાં યોજાશે. ૨૬ અને ૨૭ મેએ આ ભવ્યાતિભવ્ય ફંક્શન અબુ ધાબીમાં આયોજિત થશે.
રજનીકાન્તની ‘જેલર’માં નાનકડી ભૂમિકામાં દેખાશે મોહનલાલ
રજનીકાન્તની ‘જેલર’માં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ નાનકડી ભૂમિકામાં દેખાશે. બન્ને છેલ્લા ત્રણ દાયકાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, પરંતુ કદી ફિલ્મમાં સાથે નથી જોવા મળ્યા. પહેલી વખત આ બન્ને એકસાથે સ્ક્રીન શૅર કરવાના છે. ‘જેલર’ ૧૪ એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મની ટીમે મોહનલાલને સાઇન કર્યા છે અને બે દિવસ ૮ અને ૯ જાન્યુઆરીએ તેમનું શૂટિંગ ચાલશે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં મોહનલાલ નેગેટિવ રોલમાં અને રજનીકાન્ત જેલરના રોલમાં દેખાશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જેલમાં થવાનું છે.