જેને કારણે તે મુંબઈથી લુધિયાણા આવીને પોતાના એક સંબંધીને ત્યાં રહેતા હતાં. તેમને પોતાની પાછળની જિંદગી વિશે કંઈ જ યાદ નહોતું.
RIP
દલજીત કૌર (ફાઈલ ફોટો)
પંજાબના લોકપ્રિય અભિનેત્રી દલજીત કૌર( Daljit Kaur Death)નું નિધન થયું છે. 69 વર્ષની વયે તેમણે સવારે કસ્બા સુધાર બજારમાં અંતિમ શ્વાસ લીધા. એક સમયે પંજાબી ફિલ્મ જગત પર દલજીત કૌરની બોલબાલા હતા. તેમણે અનેક હિન્દી હિટ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. તેઓ લાંબા સમયથી એક બિમારી સામે લડી રહ્યાં હતા.
દલજીત કૌરે 10 વધુ હિન્દી અને 70થી વધુ પંજાબી ફિલ્મમાં કામ કર્યુ છે. દિલ્હીના લેડી શ્રી રામ કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ દલજીત કૌરે પુણે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટથી અભિનયથી શરૂઆત કરી હતી. 1976માં તેમની પહેલી ફિલ્મ `દાજ` આવી હતી. તેમણે સુપરહિટ પંજાબી મૂવી `પુત જટ્ટન દે`, `મામલા ગડબડ હૈટ, `કી બનુ દુનિયા દા`, `સરપંચ અને પટોલા`માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પતિ હરમિન્દર સિંહ દેઓલના રોડ અકસ્માતમાં મૃત્યુ બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓને કોઈ સંતાન ન હતું. 2001 માં, તેણીએ ફરીથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને તેણીની ઉંમર અનુસાર માતા અને અન્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા. તેણે પંજાબી ફિલ્મ સિંઘ વર્સિસ કૌરમાં ગિપ્પી ગ્રેવાલની માતાની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
દલજીત કૌર કબડ્ડી અને હૉકીના નેશનલ પ્લેયર પણ રહી ચુક્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી મગજ સંબંધિત બિમારી સામે લડી રહ્યાં હતા. જેને કારણે તે મુંબઈથી લુધિયાણા આવીને પોતાના એક સંબંધીને ત્યાં રહેતા હતાં. તેમને પોતાની પાછળની જિંદગી વિશે કંઈ જ ખ્યાલ નહોતો. તેમજ અંતિમ દિવસોમાં ખુબ જ શારીરિક કષ્ટ ભોગવવું પડ્યું અને આખરે ગુરુવારે સવારે તેમણે દેહ છોડી દીધો હતો.
દલજીત કૌરનો પરિવાર મુળ રૂપે લુધિયાણાના એતિઆણા ગામમાં રહેતો હતો, પરંતુ તેમનો વ્યવસાય પશ્ચિમ બંગાળમાં હતો. દલજીત કૌરનો જન્મ 1953માં સિલીગુડીમાં થયોહતો. તે છેલ્લા 12 વર્ષથી લુધિયાણામાં પોતાના ભાઈ સાથે રહેતાં હતાં.
આ પણ વાંચો:શ્રદ્ધા હત્યાકાંડ: રામ ગોપાલ વર્માએ આત્માનો ઉલ્લેખ કરી ભગવાનને કર્યો આવો અનુરોધ