તેઓ થિયેટરમાં ખૂબ જ જાણીતું નામ હતાં
સ્વાતિલેખા સેનગુપ્તા
બંગાળી ઍક્ટ્રેસ સ્વાતિલેખા સેનગુપ્તાનું ગઈ કાલે બપોરે મૃત્યુ થયું હતું. ૭૧ વર્ષનાં સ્વાતિલેખાનું ગઈ કાલે બપોરે પ્રાઇવેટ હૉસ્પિટલમાં કિડનીના પ્રૉબ્લેમને કારણે મૃત્યુ થયું હતું. ૧૯૮૪માં આવેલી સત્યજિત રેની ફિલ્મ ‘ઘરે બાહિરે’માં જ્યારે તેમને લીડ રોલ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ તેઓ ખૂબ જ જાણીતું નામ બન્યાં હતાં. તેઓ થિયેટરમાં ખૂબ જ જાણીતું નામ હતાં અને ૨૦૧૫માં તેમણે ફરી ફિલ્મમાં કમબૅક કર્યું હતું. તેમણે સૌમિત્રા ચૅટરજી સાથે ‘બેલા સેશે’ દ્વારા કમબૅક કર્યું હતું. એ ફિલ્મની સીક્વલ ‘બેલા શુરુ’ હજી રિલીઝ થવાની બાકી છે.