Mithun Chakraborty 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના સેટ પર પડ્યા બીમાર
મિથુન ચક્રવર્તી
હિન્દી સિનેમાંના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)હાલ વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું. જોકે મિથુન ચક્રવર્તીએ નબળી સ્થિતિ હોવા છતાં શૂટિંગ પૂર્ણ કરી હતી.
Presenting #TheKashmirFiles
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 14, 2019
Next year, same time, on our 73rd Independence anniversary, we will bring you the unreported story of the most tragic and gut-wrenching genocide of Kashmiri Hindus.
Please bless our team as it’s not an easy story to tell. #KashmirUnreported pic.twitter.com/5pbgJ2OLZv
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું શૂટિંગ મસૂરીમાં ચાલી રહ્યું છે. મિથુન બીમાર પડવાના કારણે તેની શૂટિંગ થોડો સમય માટે રોકવી પડી હતી. પેટમાં ઈન્ફેક્શનના કારણે મિથુન બીમાર પડ્યા હતા. મિડ-ડે મુજબ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક સ્ટેટમેન્ટ જણાવ્યું- અમે એક મોટી એક્શન સીક્વેન્સની શૂટિંગ કરી રહ્યા હતા. તે સીન મિથુન ચક્રવર્તીના પાત્ર પર કેન્દ્રિત હતું, પરંતુ અચાનક તેમને ઈન્ફેક્શન થઈ ગયું અને તે ખૂબ જ ખરાબ હતું. કોઈ સામાન્ય વ્યક્તિ આવી સ્થિતિમાં ઉભા પણ રહી શકતા નથી. પરંતુ તેઓ થોડા સમય માટે ચાલ્યા ગાય અને પાછા આવીને શૂટિંગ પૂર્ણ કર્યું હતું. થોડા સમય પછી તે એટલું ખરાબ દેખાવાનું શરૂ થયું કે બીજા કોઈ માટે પણ શૂટિંગ ચાલુ રાખવું શક્ય નથી. પરંતુ, તેમણે સંપૂર્ણ શોટ આપ્યો. આ કારણ છે કે તેમને સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણાં વર્ષોમાં તે બીમાર પડ્યા નથી. તેઓ વારંવાર પૂછતા રહ્યા કે તમારું શૂટિંગ અટક્યું નહીંને? હું ખરેખર આશ્ચર્ય પામું છું, કારણ કે નવી પેઢીમાં આટલું સમર્પિત મેં કોઈને જોયું નથી.
ધ કાશ્મીર ફાઈન્સની વાર્તા કાશ્મીરી હિન્દુઓ સાથે થયેલી અતિરેક પર આધારિત છે. વિવેકે આ ફિલ્મની જાહેરાત 2019માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરી હતી અને ફિલ્મ આ વર્ષ 15 ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઈરસ રોગચાળાને કારણે ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહી.
વિવેકે ટ્વિટર પર એની સૂચના આપતા લખ્યું હતું- ધ કાશ્મીર ફાઈલ્સ પ્રસ્તુત છે. આવતા વર્ષે આ જ સમયે સ્વતંત્રતાની 73મી વર્ષગાંઠ પર અમે તમારા માટે લાવી રહ્યા છે કાશ્મીરી હિન્દુઓના હત્યાકાંડની કરુણ વાર્તા લાવી રહ્યા છે. કૃપા કરીને, અમારી ટીમને આશીર્વાદ આપો, કારણ કે આ વાર્તાને કહેવી સરળ રહેશે નહીં.

