ચંદ્રશેખરે 1972-76 દરમિયાન લેખક-દિગ્દર્શક ગુલઝારને પરિચય, કોશિશ, અચાનક, આંધી, ખુશ્બુ અને મૌસમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા હતા
એક્ટર ચંદ્રશેખર - તસવીર - એએફપી
વરિષ્ઠ અભિનેતા ચંદ્રશેખર, જેમણે `ચા ચા ચા` અને `સુરંગ` જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે તથા રામાયણમાં આર્ય સુમંતનું પાત્ર ભજવીને પણ ઘર ઘરમાં જાણીતા થયા હતા તેમનું બુધવારે ઉંમર સંબંધિત બિમારીને કારણે નિધન થયું. ચંદ્રશેખર 98 વર્ષના હતા. તેમણે પોતાના કુટુંબની હાજરીમાં ઊંઘમાં જ દેહ ત્યાગ કર્યો. જુહુના પવનહંસ સ્મશાન ગૃહમાં તેમનો અંતિમ સંસ્કાર બપોર બાદ કરવામાં આવશે.
હૈદરાબાદમાં જન્મેલા ચંદ્રશેખરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે 50ના દાયકામાં કામ શરૂ કર્યું હતું. વી શાંતારામની ફિલ્મ સુરંગમાં 1954ની સાલમાં તેમને પહેલી વાર મુખ્ય અભિનેતા તરીકે કામ કરવા મળ્યું. ત્યાર પછી તેમણે કવિ, મસ્તાના, બસંત બહાર, કાલી ટોપી લાલ રૂમાલ અને બરસાત કી રાત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.
ADVERTISEMENT
તેમણે ચા ચા ચા સાથે 1964માં પ્રોડક્શન અને ડિરેક્ટોરિય ડેબ્યુ કર્યું જેમાં હેલને પહેલીવાર મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1987માં ચંદ્રશેખરે દૂરદર્શનની માયથોલૉજિકલ સિરીયલ રામાયણમાં દશરથ રાજાના વડાપ્રધાન આર્ય સુમંતનું પાત્ર ભજવ્યું હતું. આ સિરિયલ રામાનંદ સાગરે ડાયરેક્ટ કરી હતી.
ચંદ્રશેખર 250થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા અને અને 90નાં દાયકાના પૂર્વાર્ધ સુધી તેમણે ફિલ્મોમાં અભિનય કર્યો. ટૂંક સમય માટે, 1972-76 દરમિયાન તેમણે લેખક-દિગ્દર્શક ગુલઝારને પરિચય, કોશિશ, અચાનક, આંધી, ખુશ્બુ અને મૌસમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા.
ચંદ્રશેખરને ત્રણ સંતાનો છે.