અનુપમ ખેરને લાગી છે નજર! `Vijay 69`ના શૂટિંગ સમયે અભિનેતા થયા ઘાયલ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)એ કરેલ એક સોશ્યલ મીડિયા પોસ્ટે ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. દિગ્ગજ અભિનેતા અપકમિંગ ફિલ્મ ‘વિજય ૬૯’ (Vijay 69)ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. તેમને હાથમાં અને ખભા પર ઈજા પણ થઈ છે. આ બાબતની જાણ અભિનેતાએ પોતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી છે. અનુપમ કહે છે કે, તેમના મોઢામાંથી વારંવાર ચીસો નીકળે છે. એટલું જ નહીં અભિનેતાના માતાને લાગે છે કે, તેમને કોઈની નજર લાગી ગઈ છે.
અનુપમ ખેર ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા છે. તેમના હાથમાં ઈજા થઈ છે અને સ્લિંગ પણ પહેરી છે. અનુપમ ખેરે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં અકસ્માત બાદની તસવીર શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાની સ્થિતિનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ કેટલી પીડામાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો – ડિરેક્શનમાં પાછા ફરવા તૈયાર છે અનુપમ ખેર
ઘાયલ પરિસ્થિતિમાં અભિનેતાએ સોશ્યલ મીડિયા પર તસવીર શૅર કરી છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો છો અને તમને ઈજા નથી થતી! આ કેઈ રીતે શક્ય બની શકે? ગઈ કાલે #Vijay69 ના શૂટિંગ દરમિયાન ખભામાં ગંભીર ઈજા થઈ હતી. દર્દ તો છે પણ ખભા પર સ્લિંગ મૂકનાર ભાઈએ જ્યારે કહ્યું કે, તેણે શાહરૂખ ખાન અને રિતિક રોશનના ખભાને આ સ્લિંગથી સજાવ્યું છે તો ખબર નહીં કેમ પીડાનો અહેસાસ થોડો ઓછો થઈ ગયો! પણ બાય ધ વે, જો હું જરા જોરથી ઉધરસ ખાઉં, તો મારા મોંમાંથી થોડી ચીસો ચોક્કસ નીકળે છે.’
View this post on Instagram
વધુમાં અનુપમ ખેર લખે છે કે, ‘ફોટામાં હસવાનો કરવાનો પ્રયાસ કરવો એ અસલી છે! એક-બે દિવસ પછી શૂટિંગ ચાલુ રહેશે. બાય ધ વે, જ્યારે માતાએ સાંભળ્યું, તો તેમણે કહ્યું – હજી દેખાડ તારી બૉડી બધાને!! તને નજર લાગી ગઈ છે. તો મેં જવાબ આપ્યો - મમ્મી, યુદ્ધના મેદાનમાં ફક્ત યોદ્ધાઓ જ પડે છે. ઘૂંટણિયે ચાલતાં હોય એ શું મેદાનમાં પડવાના. અને મમ્મી થપ્પડ મારતા મારતા અટકી ગયા.’
અનુપમ ખેરને હાથમાં હૅરલાઇન ફ્રેક્ચર આવ્યું છે.
આ પણ જુઓ – વધતી વયે સેક્સમાંથી મહિલાઓને રસ ઉડી જાય છે? નીના ગુપ્તાએ આપ્યો સણસણતો જવાબ
અભિનેતાની આ પોસ્ટ પર દરેક તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ફેન્સની સાથે સ્ટાર્સ પણ કમેન્ટ્સ કરી રહ્યા છે. અભિનેત્રી અને અનુપમ ખેરના મિત્ર નીના ગુપ્તા (Neena Gupta)એ લખ્યું, ‘અરે રે ક્યા કિયા.’ જેનો જવાબ આપતા અભિનેતાએ લખ્યું છે કે, ‘તમારા અને મારા જેવા મહાન કલાકારોની સાથે એવું થતું રહે છે! નાની ઇજાઓ.’