જોકે કંપનીએ તેમને જુલાઈના અંત સુધીમાં પેમેન્ટ આપવાની વાત કરી છે.
વાશુ ભગનાણી
વાશુ ભગનાણીની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટે ગયા વર્ષે રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ ઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ના ડિરેક્ટર ટીનુ દેસાઈને હજી સુધી તેમની ફી નથી આપી. તેમને ૩૩.૧૩ લાખ રૂપિયા ફીના આપવાના બાકી છે. જોકે કંપનીએ તેમને જુલાઈના અંત સુધીમાં પેમેન્ટ આપવાની વાત કરી છે. વાશુ ભગનાણીએ પ્રોડ્યુસ કરેલી ત્રણ ફિલ્મો ‘ગનપત’, ‘મિશન રાનીગંજ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી, એને કારણે કંપની પર દેવું વધી ગયું છે. આ ત્રણેય ફિલ્મોમાં કામ કરનારા ક્રૂ-મેમ્બર્સને આજ સુધી પગાર નથી મળ્યો. સાથે જ ફાઇનૅન્સર્સને ૨૫૦ કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે. આ જ કારણ છે કે તેમણે પોતાની ૭ માળની ઑફિસ બિલ્ડરને વેચી દીધી છે.