ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલું આ એક અસૅસિન સિનેમૅટિક યુનિવર્સ છે
વરુણ ધવન
કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘ડેડલી’માં વરુણ ધવન વિલન બનશે એવી ચર્ચા ચાલી રહી છે. ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલું આ એક અસૅસિન સિનેમૅટિક યુનિવર્સ છે. આ ફિલ્મને ‘ગુડ ન્યુઝ’ અને ‘જુગ જુગ જીયો’ને ડિરેક્ટ કરનાર રાજ મેહતા ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ટોરી અનુરાગ કશ્યપે લખી છે. જાહ્નવી કપૂર હાલમાં જ ‘કૉફી વિથ કરણ’માં આવી હતી ત્યારે કરણે કહ્યું હતું કે તે એક બિગ બજેટ ફિલ્મમાં કામ કરી રહી છે, પરંતુ એ વિશે હાલમાં વાત કરી શકાય એમ નથી. આથી આ ફિલ્મ ‘ડેડલી’ હોવાના ચાન્સ વધુ છે. ટાઇગર અને જાહ્નવી આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરશે તેમ જ આ ફિલ્મની સ્ટારકાસ્ટને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતાં એમાં વિલનનું પાત્ર વરુણ ધવન ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ વિશે ઑફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ બહુ જલદી એ કરવામાં આવશે.

