ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે અને ૨૦૨૪માં એને રિલીઝ કરવામાં આવશે
વરુણ ધવન
અનીસ બઝ્મીની ટેન્ટેટિવલી ટાઇટલવાળી ‘પાંચ મિનિટ કા સુપરહીરો’માં વરુણ ધવન કામ કરે એવી શક્યતા છે. આ એક અનોખી કૉમેડી રહેશે, જેમાં સુપરહીરો પાંચ મિનિટ માટે પોતાનો પાવર ગુમાવી બેસે છે. અનીસ બઝ્મીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે એથી તે આ ફિલ્મમાં વરુણને લેવા માગે છે. તો બીજી તરફ વરુણને પણ સ્ટોરી પસંદ પડી છે. તેમની વચ્ચે ખૂબ ચર્ચા ચાલી છે. જોકે પેપર વર્ક બાકી છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે અને ૨૦૨૪માં એને રિલીઝ કરવામાં આવશે. અનીસ બઝ્મી આ નવી કૉમેડીને લોકોને દેખાડવા માટે આતુર છે.