૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે
સની દેઓલ અને વરુણ ધવન
વરુણ ધવન હાલમાં ‘બૉર્ડર 2’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે તેણે ફિલ્મના સેટ પરથી સની દેઓલ સાથેની પોતાની તસવીર શૅર કરી છે. આ ફિલ્મ ૧૯૯૭ની હિટ ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે અને એનું શૂટિંગ ઝાંસીની છાવણી ખાતે ચાલી રહ્યું છે. જે. પી. દત્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી મૂળ ફિલ્મમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધને દર્શાવવામાં આવ્યું હતું અને એને જબરદસ્ત સફળતા મળી હતી. ‘બૉર્ડર 2’માં સની મૂળ ફિલ્મની જેમ જ મેજર કુલદીપનો રોલ ભજવી રહ્યો છે.
વરુણ દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરમાં તે અને સની બન્ને એક મિલિટરી ટૅન્કર પર બેસેલા જોવા મળે છે. વરુણે આ તસવીરને એક શાનદાર કૅપ્શન સાથે શૅર કરી છે જેમાં લખ્યું છે, ‘સની ડેઝ, હમારે સાબજી.’ લોકોએ આ તસવીર જોઈને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે અને કહ્યું છે કે તેઓ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

