તેણે નતાશા દલાલ સાથે લવ-મૅરેજ કર્યાં છે. જોકે હાલમાં તેણે જે પોસ્ટ કરી છે એ નતાશા માટે નથી.
વરુણ ધવન
વરુણ ધવનની સોશ્યલ મીડિયાની પોસ્ટ જોઈને લાગે છે કે તે ફરી પ્રેમમાં પડ્યો છે. તેણે નતાશા દલાલ સાથે લવ-મૅરેજ કર્યાં છે. જોકે હાલમાં તેણે જે પોસ્ટ કરી છે એ નતાશા માટે નથી. તેની એ પોસ્ટ ખૂબ સુંદર એવા કેરલ માટે છે. તે હાલમાં કેરલમાં શૂટિંગ કરી રહ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તેના બિલ્ડિંગની આસપાસ ગ્રીનરી દેખાઈ રહી છે. આ સ્ટોરીમાં બૅકગ્રાઉન્ડ અવાજ આવી રહ્યો છે અને એ અવાજ શૂટિંગનો હોય એવું લાગી રહ્યું છે. તે કઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે એની તેણે જાહેરાત નથી કરી, પરંતુ તેની આગામી ફિલ્મ હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘VD18’ રાખવામાં આવ્યું છે. આ વિડિયો શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘ઉફ આ બ્યુટી. કેરલ મને ખૂબ ગમ્યું છે.’
વરુણ ધવન ઇન્જર્ડ
ADVERTISEMENT
વરુણ ધવન તેની આગામી ફિલ્મના સેટ પર ઇન્જર્ડ થયો છે. તે હાલમાં કેરલમાં ‘VD18’નું શૂટિંગ કરી રહ્યો છે. વરુણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેના પગ પર બૅન્ડેજ દેખાઈ રહી છે. આ ફિલ્મને ઍટલી અને મુરાદ ખૈતાની દ્વારા પ્રોડ્યુસ અને કાલીસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી જોવા મળશે. આ ફોટો શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘VD18’ના સેટ પર શૂટિંગ દરમ્યાનનો વધુ એક દિવસ.

