ડૅડી બન્યા પછી વરુણ ધવનનો આવો છે મિજાજ
વરુણ ધવન
પિતા બન્યા પછી વરુણ ધવન બદલાઈ ગયો છે. વરુણ અને તેની પત્ની નતાશા આ વર્ષની ત્રીજી જૂને બેબી ગર્લનાં પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરીનું નામ તેમણે લારા પાડ્યું છે. વરુણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લારાના આગમન પછી તેનામાં તીવ્ર રક્ષણાત્મક લાગણી પેદા થઈ છે.
એક પુરુષ તરીકે કહું તો જ્યારે આપણે પેરન્ટ્સ બનીએ છીએ ત્યારે કોઈ કારણસર દીકરી માટે તમે પ્રોટેક્ટિવ થઈ જાઓ છો એમ જણાવતાં ઇન્ટરવ્યુમાં વરુણે કહ્યું હતું કે ‘દીકરાઓ પ્રત્યે પણ પેરન્ટ્સને આવું થતું હશે, પણ દીકરીની વાત જ અલગ છે... મારી દીકરીને કોઈ જરાસરખી હાનિ પણ પહોંચાડશે તો હું તેને ખતમ કરી દઈશ. હું આ બહુ ગંભીરતાથી કહી રહ્યો છું. ખરેખર હું તેને મારી નાખીશ.’