વરુણ ધવન અને વામિકા ગબ્બી ગઈ કાલે તેમની આગામી ફિલ્મ ‘બેબી જૉન’ને પ્રમોટ કરવા અમદાવાદ ગયાં હતાં
અમદાવાદમાં કલાકારો
બૉલીવુડના કલાકારોમાં એક ફૅશન થઈ ગઈ છે કે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા અમદાવાદ જાઓ ત્યારે ગુજરાતી થાળી સાથેનો પોતાનો ફોટો પડાવવો. આવું જ કંઈક વરુણ ધવન અને વામિકા ગબ્બીએ કર્યું છે જેઓ ગઈ કાલે તેમની આગામી ફિલ્મ ‘બેબી જૉન’ને પ્રમોટ કરવા અમદાવાદ ગયાં હતાં. બન્નેએ સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ પર જઈને પણ ફોટો પડાવ્યો હતો. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે.